AIR INDIAનું સર્વર 5 કલાક રહ્યું ઠપ, વિશ્વભરની ફ્લાઈટ્સને અસર, મુસાફરો પરેશાન

ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાનું સર્વર શનિવાર સવારથી જ આખી દુનિયામાં ઠપ થઈ જતા મુસાફરોને ખુબ જ હાલાકી ભોગવવી પડી. જો કે પાંચ કલાકથી ઠપ થયેલા સર્વરને હવે ઠીક કરી દેવાયું છે.

AIR INDIAનું સર્વર 5 કલાક રહ્યું ઠપ, વિશ્વભરની ફ્લાઈટ્સને અસર, મુસાફરો પરેશાન

નવી દિલ્હી: ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાનું સર્વર શનિવાર સવારથી જ આખી દુનિયામાં ઠપ થઈ જતા મુસાફરોને ખુબ જ હાલાકી ભોગવવી પડી. જો કે પાંચ કલાકથી ઠપ થયેલા સર્વરને હવે ઠીક કરી દેવાયું છે. કંપનીના સીએમડી અશ્વિન લોહાનીએ આ દાવો કર્યો છે. અત્રે જણાવવાનું કે એર ઈન્ડિયાનું સર્વર વહેલી સવાર 3.30 વાગ્યાથી ઠપ હતું. એરલાઈન્સનું સર્વર ઠપ થવાથી તેની અસર સમગ્ર દુનિયામાં તેની ઉડાણો પર પડી રહી હતી. મોટી સંખ્યામાં મુસાફરો હેરાન પરેશાન જોવા મળ્યા હતાં. 

Image may contain: text

સર્વર ડાઉન થવાથી દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ મોટી સંખ્યામાં મુસાફરો પ્રભાવિત થઈ રહ્યાં છે. 

Image may contain: 3 people, crowd

આ બાજુ એર ઈન્ડિયા તરફથી એક નિવેદન જારી કરીને કહેવાયું છે કે કંપનીની ટેક્નિકલ ટીમ તેના પર કામ કરી રહી છે. બહુ જલદી આ પરેશાનીને દૂર કરી દેવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને પડી રહેલી હાલાકી પર ખેદ વ્યક્ત કર્યો છે. 

Image may contain: 8 people, crowd

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news